સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

ખીરસરામાં રૂડાની ભુગર્ભ ગટર તેમજ પેવર બ્લોકના વિકાસ કામોનું ખાતમુહુર્ત

 ખીરસરા : રાજકોટ રૂડા વિસ્તાર ના ગામો માટે વિકાસ ના કામો રૂડા દ્વારા કરવામાં આવી રહેલ છે જેમાં ખીરસરા ગામ ની બહાર ના ભાગમાં ૧૯ લાખ રૂપિયા ના ખર્ચ થી ભૂગર્ભ ગટર તેમજ ૧૦ લાખ રૂપિયા ના ખર્ચ થી પેવર બ્લોક નું કામ થવાનું છે જેનું ખાતમૂહુર્ત રાજકોટ ગ્રામ્ય ના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા હસ્તે કરવામાં આવેલ જેમાં રૂડાના ના.કા.ઇજનેર એ.જી.ભડાણીયા વર્ક આસિસ્ટન્ટ નેમિષ સોરઠીયા ના.કા.ઈજનેર મુકેશભાઈ સોઠા અધિક મદદનીશ ઇજનેર જી.વી.બુટાણી લોધીકા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરુદ્ઘસિહ ડાભી ગામ પંચાયત સભ્ય રધુવિરસિહ જાડેજા માવજીભાઈ સાગઠીયા ખીમજીભાઈ સાગઠીયા હરીબાપા યુવા ભાજપ ના જયભાઇ સાગઠીયા તેમજ ચિન્મય એનટપાઇઝ ના કોટરાકટર તથા ગામ જનોની ઉપસ્થિત રહેલ આ ભૂગર્ભ ગટર ૧૨૦૦ મીટર ની લંબાઈ છે.

(11:34 am IST)