સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

ધોરાજી નગર પાલિકા. ના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ ના પાલિકા સદસ્ય દામજીભાઈ ભાષા પર હુમલો - ગંભીર :પાલિકાના કર્મચારી રવજીભાઈ ચારણકા અને એમના પુત્ર એ ભંગાર ચોરી જવાના બાબતમાં બોલાચાલી કરીને સળિયાના ઘા ઝીંકી દીધા

(કિશનભાઇ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દલિત સમાજના અગ્રણી ડી એલ ભાષા  ઉપર બે શખ્સોએ હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી જવાની તાત્કાલિક અસરથી ધોરાજી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

ધોરાજી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ  પાલિકા ના કર્મચારી રવજીભાઈ ચારણકા અને એમના પુત્ર એ  ભંગાર ચોરી જવાના બાબતમાં બોલાચાલી થતા પૂર્વ નગરપતિ અને નગરપાલિકાના સદસ્ય ડી એલ ભાષા ઉપર હુમલો કર્યો હતો

   આરોપી રાવજીભાઈ ચાડપા ધોરાજી નગરપાલિકા માં સેનીટેશન શાખા માં ફરજ બજાવી રહ્યો છે

ફરિયાદી  ડી.એલ ભાષા  એ જણાવેલ કે વહેલી સવારે પાલિકા નો ભંગાર વેચવા જતા રાવજી ભાઈ ને   રંગે હાથ પકડ્યો હતો 

રાવજીભાઈ અને એમના પુત્ર એ નગરપાલિકા નો ભંગાર વેચવા માટે જતા હતા અને દામજી ભાઈ ભાષા એ સમજાવતાં અંતે રાવજી ભાઈ અને એમના પુત્ર એ ઉશ્કેરાઈ અને દામજી ભાઈ ભાષા પર કર્યો લોખંડ ના સળિયા વડે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી

  હાલ માં દામજીભાઈ ભાષા ને હાથ ના ભાગે ગંભીર ઇજા થતાં ધોરાજી ની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયા

ઉપરોકત બનાવ અંગે ધોરાજી પોલીસે પૂર્વ નગરપતિ ડી.એલ ભાષા ની ફરિયાદ લઇ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:27 am IST)