સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

વડિયાના ખજૂરીથી રણુજા સુધીના રસ્તાનું ખાતમુર્હત કરતા વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી

૧.૧૧ કરોડના ખર્ચે બનતા લોકોની હાલાકી દૂર થશે

(ભીખાભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૨૧: વડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારના રોડ ભારે વરસાદના કારણે ખરાબ થયા છે. ત્યારે આવે રસ્તાઓ નવા બંને તેવી લોકોની માંગણી હતી. આ વિસ્તાર ના ધારાસભ્ય અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા એવા પરેશ ધાનાણી દ્વવારા વડિયા તાલુકાના ખજૂરી ગામથી રણુજા ધામ સુધી.

૧.૧૧ કરોડ ના ખર્ચે નોન પ્લાન રોડ નું ખાત મુહર્ત કર્યું હતુ. આ પ્રસંગે પરેશ ધાનાણી નેતા વિરોધ પક્ષ ગુજરાત, પ્રતાપભાઇ દુધાત ધારાસભ્ય સાવરકુંડલા, ધર્મેન્દ્ર પાનસુરીયા સદસ્ય જિલ્લા પંચાયત વડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, તાલુકા પંચાયત સભ્ય કલ્યાણભાઈ દેસાઈ, ખજુરી ગામ ના સરપંચ વલ્લભભાઈ, ઉપસરપંચ ચતુરભાઈ હિરપરા, મેઘાપીપળીયાના સરપંચ સુરેશભાઈ છૈયા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રવજીભાઈ પાઘડાળ બરવાળા બાવળ, લખુભાઈ ભુવા કોંગ્રેસ આગેવાન, છગનભાઈ હિરપરા માજી સરપંચ ખજૂરી, મગનભાઈ લીંબાસીયા, મુકેશભાઈ ગોંડલીયા સનાળી, રાજેશ ભેંસાણીયા ખેડૂત આગેવાન ખડખડ, રામજીભાઈ પડાયા કોંગ્રેસ આગેવાન, વિનોદભાઈ પડાયા કોંગ્રેસ અગ્રણી, ગિરધરભાઈ વાડોદરીયા, ઘનશ્યામભાઈ તાલપરા, કાનજીભાઈ મોવલીયા, ભગવાનભાઈ કોરાટ, દિનેશભાઈ હીરપરા, દીપકભાઈ હીરપરા, સંજયભાઈ હીરપરા તેમજ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા તેમજ આ વિસ્તારના લોકોનો વર્ષો જૂનો પ્રશ્ન હલ થતા હવે લોકોને પડતી હાલાકી પૂર્ણ થતા આનંદ ની લાગણી જોવા મળી રહી છે.

(10:00 am IST)