સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

માળીયાહાટીના ગ્રા.પં. દ્વારા નવી પાઇપલાઇન

માળિયાહાટીનાઃ ઘણા વિસ્તારોમાં ૨ ની નાની પાણીની પાઇપલાઇન છે આવા વિસ્તારોમાં પાણીનો ફોર્સ ઓછો આવતો હતો. ગ્રામ પંચાયત દ્વારા મોટી ૩ની પાઇપ લાઇન નાખવાનું શરૂ કરાયું છે. લીમડા ચોક ધાંચી ચોક અજે જૂના જમાત ખાના પાસે હાલ ત્રણજ્ઞ વિસ્તારોમાં નાની ૨ની પાઇપ લાઇન નાખવાનું કામ સરપંચ નટવરસિંહ સિસોદિયા સભ્ય જેન્તીભાઇ ફાફડા, વોટરમેન રણજીતભાઇ સિસોદિયાની દેખરેખ નીચે કામગીરી ચાલી રહી છે. મોટી ૩ની પાઇપ લાઇન નાખવાની કામગીરીનું નિરીક્ષણ સરપંચ નટવરસિંહ સિસોદિયા જેન્તીભાઇ દાફડા અને રણજીતભાઇએ કરેલ હતું. મોટી પાઇપ લાઇન નાખતા લોકો ખુશ ખુશાલ થઇ ગયા છે. નવી પાઇપલાઇન નાખવાની ચાલતી કામગીરીની તસ્વીર.

(10:00 am IST)