સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

જસદણ કોંગ્રેસ પ્રમુખ દ્વારા હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ

જસદણ : જસદણ શહેર કોગ્રેસ પ્રમુખ સુરેશભાઈ છાયાણીના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે કોટડીયા હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે દરદીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જસદણ તાલુકા અને શહેર કોગ્રેસના આગેવાનો પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, અવસરભાઈ નાકિયા,જયેશભાઇ માયાત્રા, ધીરુભાઈ છાયાણી, હરેશભાઇ ધાધલ, ગીતેશભાઈ અંબાણી, બસીરભાઈ પરમાર, મહેશભાઈ રવીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર : ધર્મેશ કલ્યાણી -જસદણ)

(9:58 am IST)