સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

રાજકોટ ગ્રામ્યમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને ટંકારા પોલીસે ઝડપી લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨૧: રાજકોટ ગ્રામ્ય પોલીસ મથકમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ બે વર્ષથી નાસતો ફરતો હતો જેને ટંકારા પોલીસ ટીમે બાતમીને આધારે દબોચી લઈને વધુ તપાસ ચલાવી છે.

 મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન મીતાણા ચોકડી પાસે લોધિકા પોલીસ મથક (રાજકોટ ગ્રામ્ય) માં અપહરણના ગુન્હામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી રીસુ ઉર્ફે રાજુ પાંગુભાઈ કાળુભાઈ ડામોર રહે મૂળ એમપી વાળો હોવાની બાતમી મળતા ટંકારા પોલીસે આરોપીને દબોચી લીધો હતો અને લોધિકા પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે.

(9:57 am IST)