સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st November 2021

ધ્રોલ પોલીસ સ્‍ટેશનના ગુન્‍હાનો આરોપી અજય જાડેજા ઝડપાયો

ધ્રોલ: જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી દીપન ભદ્રન સાહેબ ની સૂચનાથી જામનગર જીલ્લાના પ1025 એકટના ગુન્‍્હાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એસ.નિનામા ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,

ગઈ તા.૨૧/૦૭/૨૦ર૧ ના રોજ એસ.ઓ.જી. જામનગરએ ગે.કા. માદક પદાર્થ ગાંજો ૩૬ કીલો ૯૦૦ ગ્રામ કી.સ્. 3,૬૯,૦૦૦/- તથા અન્ય મુદામાલ સહીત કુલ ગ્ર. ર૩,૮૭,૯૮૧/- ના સાથે પકડી કુલ-૭ આરોપીઓ વિરૂધ્ધમાં ધ્રોલ પો.સ્ટે.ના ગુ.ર.ન. ૧૧૨ર૦૨૦૧૪ર૧૦૫૫૫/ર૦૨૧ NDPS એક્ટ કલમ ૮(સી), ૨૦(સી), ર૯ મુજબનો દાખલ કરાવેલ જેમાં ફરારી આરોપી અજય જાડેજા રહે. જોગવડ વાળો ઘણા સમયથી ફરાર હોય અને હાલ લૈયારા ગામના પાટીયા પાસે બેઠેલ હોય જે હકિકત એસ.ઓ.જી. સ્ટાફના ।1€ રમેશભાઇ ચાવડા તથા દોલતસિંહ જાડેજા તથા મયુદીનભાઇ સૈયદ_ ને મળેલ જે આધારે સદર જગ્યાએ જતા આરોપી યુવરાજસિંહ ઉર્ફે અજય બનેસિંહ જાડેજા મળી આવેલ જેથી મજકુરને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે ધ્રોલ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

આરોપીનુ નામ:- યુવરાજસિંહ ઉર્ફે અજય બનેસિંહ જાડેજા જાતે દરબાર ઉવ.૨૬ ધંધો ડ્રાઈવીંગ રહે, જોગવડ ગામ, તા.લાલપુર, જામનગર મુળ રહે ટીંબડી ગામ તા.જામખંભાળીયા જી. દેવભૂમિદ્રારકા   આ કાર્યવાહી પો.ઇન્સ. શ્રી એસ.એસ.નિનામા સાહેબની સૂચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.

(4:00 pm IST)