સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st November 2021

મોરબીના લખધીરપુર ગામમાં લગ્‍ન પ્રસંગે બની કરૂણ ઘટના

સગી બહેનના લગ્‍નમાં જ ર૧ વર્ષીય નાની બહેનને હાર્ટએટેક આવતા કરૂણ મોત

મોરબી : મોરબીના લખધીરપૂર ગામે યુવતીના લગ્ન દરમિયાન તેની બહેનનું મોત થઈ જતાં લગ્ન માતમમાં ફેરવાઈ ગયા હતા. 21 વર્ષીય યુવતીને બહેનના લગ્ન સમયે જ હાર્ટ એટેક આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હેતલબેન જગદીશભાઈ પરમારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.

દરમિયાન હેતલબેનને હાર્ટ એટેક આવ્યો હતો. હેતલબેનના મમ્મીનું આશરે 8 મહિના પહેલા કોરોના મૃત્યુ થયું હતું, તેના આઘાતના કારણે હેતલબેનને લાગી આવતા હાર્ટ એટેક આવ્યો હોવાનું તેમના સગા પાસેથી જાણવા મળ્યું છે.

(2:45 pm IST)