સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st November 2021

ઠંડીનો ચમકોરો વધતા ચોરી ગેંગ સક્રિય : મોરબીના પાડાબેકર ગામના રામજી મંદિરમાં ખાબકી ચાંદીના ઘરેણાં ચોરીને ગઇ ગયા

મંદિરના પૂજરી નહેરગીરી ગૌસ્‍વામીએ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી

મોરબી : શીયાળાની મોસમમાં મીઠી નીંદરનો લાભ તસ્કરો લઇ ચોરીને અંજામ આપતા હોય છે ત્યારે ઠંડીએ જોર પકડતાની સાથે જ તસ્કરો સક્રિય થયા છે અને મોરબીના રામપર પાડાબેકર ગામે રામજી મંદિરમાં ચોરીને અંજામ આપ્યો છે

મળતી માહિતી મુજબ મોરબીના રામપર પાડાબેકર ગામે ગતા તા,૧૬ ના વહેલી સવારમાં રામજી મંદિરમાં તસ્કરો ત્રાટકીયા હતા અને મંદિરમાં શ્રી રામ-સીતા માતાના કાનની એક જોડી કુંડળ જે ચાંદીના ઘરેણાનું અંદાજે એકાદ કિલો હોય જેની કીમત રૂ.૪૫,૦૦૦ ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ મંદિરના પુજારી નહેરગીરી જખુગીરી ગોસ્વામીએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી એસ આઈ વી જી જેઠવા કરી રહ્યા છે

(1:17 pm IST)