સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st November 2021

હળવદ માળિયા હાઈવે ત્રણ રસ્તા પાસે કારે બાઈક સાથે અથડાતા બાઈક ચાલકને ઈજા

કાર ચાલકે અકસ્‍માત સર્જી નાસી ગયો : પોલીસે ફરીયાદ નોંધી : કાર પાલકને પકડવા તપાસ આરંભી

હળવદ માળીયા હાઈવે ત્રણ રસ્તા પર નગરપાલિકા નજીક તુફાની ગાડીએ મોટર સાઈકલ સાથે ભટકાડી ઈજા કરી કાર ચાલક નાસી ગયો હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેશન પાછળ તળશીભાઈ ઉકાભાઈ ચૌહાણએ ફરિયાદ નોંધાવી છેકે આરોપી તુફાની ગાડી જીજે ૦૭ એઆર ૬૮૦૫ પોતાની કાર પુર ઝડપે ચલાવી માળિયા હળવદ હાઈવે ત્રણ રસ્તા નગરપાલિકાના બગિચા હીરો ડીલક્ષ મોટર સાઈકલ જીજે ૩૬ એબી ૦૪૮૯ સાથે પાછળથી આવી ભટકાડી ફરિયાદીને તળશીભાઈ ઉકાભાઈ ચૌહાણને જમણા પગમાં ફેકચર અને જમણા હાથે ઈજા કરી તુફાન ગાડી લઇ નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધાવી છે

(1:16 pm IST)