સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st November 2021

મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે બાઈક અને કાર વચ્‍ચે જોરદાર ટકકર થતા બાઈક ચાલક ઘટના સ્‍થળે કરૂણ મોત

બાઇક ચાલકનું મોત નિપજતા બી-ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના મહેન્દ્નનગર ચોકડીથી આઈટીઆઈ તરફના રોડ પર શબરી હોટલ સામે કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકને ઈજા પહ્ચોતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મોરબીના નાની વાવડી ગામે રહેતા રતિલાલ જગજીવનભાઈ સનારીયા (ઉ.૫૨) એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અજાણી ફિર વ્હીલ કારના ચાલકે તેની

કાર પુર ઝડપે ચલાવી મહેન્દ્રનગર ચોકડીથી આઈટીઆઈ તરફના રોડ પર શબરી હોટલ સામે જયેશભાઈને મોટર સાઈકલ સ્પ્લેન્ડર જીજે ૩૬ સી ૬૧૨૮ સાથે હડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

(1:18 pm IST)