સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st November 2021

ગીર-સોમનાથ જિલામાં ગોળના રાબડા ધમધમ્યાં : પૂરતા ભાવ ન મળતા હોવાની ખેડૂતોની ફરિયાદ

સુગર મિલ બંધ થતા ના છૂટકે ખેડૂતોને પોતાની શેરડી સસ્તા ભાવે વહેંચવા મજબૂર

અમદાવાદ : રાજયમાં પ્રખ્યાત એવા ગીરના ગોળનું ઉત્પાદન કરતા રાબડા ધમધમતા થયા છે. જો કે, ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે 30 ટકા રાબડા ઓછા ચાલુ થયા છે આ જ કારણ છે કે, શેરડી નું ઉત્પાદન કરતા ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોવાની ખેડૂતોની ફરિયાદ છે.

ગીર સોમનાથ અને ગીર વિસ્તારમાં ગોળ બનાવતા રાબડાઓના, શુદ્ધ ખાવા લાયક ગોળ અહીં તૈયાર કરવામાં આવે છે. ગીર સોમનાથના કોડીનાર, તાલાળા અને ઊનામા શેરડીનું મોટા પ્રમાણમા વાવેતર થાય છે જેના કારણે અહીં પર દર વર્ષ 300 થી વધુ રાબડાઓ ધમધમતા થયા છે. પરંતુ ચાલુ વર્ષે માત્ર 160 જેટલા રાબડા ચાલુ થયા છે. ગીર વિસ્તાર ના ખેડૂતોની જીવા દોરી સમાન ગણાતી ઉના કોડીનાર અને તાલાલા શુગર મિલો લાંબા સમય થી બંધ પડી છે જેના કારણે અહીં હવે રાબડાઓ ની સંખ્યમાં ધરખમ વધારો થયો છે. શેરડી ના એક ટન ના ભાવ આશરે 2000 થી 2100 ચૂકવાઈ રહયા છે, રાબડા માલિકો ને ગોળ ના અપૂરતા ભાવ મળી રહ્યા છે. રાબડા એસોસિએશન ના કહેવા મુજબ ચાલુ વર્ષે મોંઘવારી અને રો મટીરીયલ પૂરતા પ્રમાણમાં ન મળતું હોવા ને કારણે ગોળ ઉત્પાદકો ને મુશ્કેલી પડી રહી છે.

ગીર સોમનાથ જિલ્લાની ત્રણ સુગરમિલો બંધ થતાં રાબડાઓ ધમધમ્યા છે. સુગર મિલ બંધ થતાના છૂટકે ખેડૂતોને પોતાની શેરડી સસ્તા ભાવે વહેંચવા મજબૂર બન્યા છે.ખેડૂતો માટે બીજી સૌથી મોટી સમસ્યા છે. જિલ્લાનું શેરડી સંશોધન કેન્દ્ર.! કોડીનાર ખાતે આવેલું સરકારી શેરડી સંશોધન કેન્દ્ર માત્ર દેખાવ પુરતુજ છે. કોઈ નક્કર કામગીરી કરતુ જ ન હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. યોગ્ય અને વધુ ઉત્પાદન આપતું બિયારણ સંશોધન કરી ખેડૂતો ને આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(12:32 pm IST)