સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st November 2019

જેતપુરના ખજુરી ગુંદાળીમાં આયુર્વેદિક દવા માટે પ લાખ મંજુર

ચેમ્બર ઓફ કોમર્સની રજુઆત બાદ રાજયમંત્રી જયેશ રાદડિયાની સફળ રજુઆત

જેતપુર તા ૨૧  :  તાલુકાના ખજુરી ગુંદાળી ગામે આયુર્વેદીક દવાખાનુ આવેલ હોય, જેમાં ડો. ભાલોડી ફરજ બજાવી રહયા છે. જેનો દર્દીઓ બહોળા પ્રમાણમાં લાભ લેતા હોય આ દવાખાનાનું મકાન જર્જરીત થઇ ગયેલ હોય તેમજ દવાનો ખર્ચ વધી જતો હોય જો દવાની ગ્રાન્ટ વધુ ફાળવવામાં આવે તો દર્દીઓને પુરતા પ્રમાણમાં દવાઓ આપી શકાય એવું ચેમ્બર્સ ઓફ કોમર્સના ધ્યાને આવતા આ પ્રશ્ન અંગેની રજુઆત કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના માધ્યમથી આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલને કરાતા તેમણે વાર્ષીક દવા માટે રૂા પાંચ લાખ તેમજ મકાન રીનોવેશન માટે રૂા ૨-લાખની ગ્રાન્ટ મંજુર કરતા, મકાનનું રીનોવેશન અને દર્દીઓને પુરતા પ્રમાણમાં દવા પણ આપી શકાશે. જેથી ચેમ્બર્સ ઓફ કોમર્સે મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ જીલ્લા આયુર્વેદ અધિકારી ડો. આર.કે. ઢોલરીયા, ડીરેકટર ભાવનાબેન પટેલનો આભાર વ્યકત કરેલ છે.

(1:10 pm IST)