સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st November 2019

જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ અને ઝાંઝનાથ મહાદેવ ફાઉન્ડેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે

બિલખામાં રવિવારે આસપાસના ગામના સર્વજ્ઞાતિય દર્દીઓ માટે મેગા આરોગ્ય કેમ્પ

વિવિધ રોગોના ૧૭થી વધુ સુપર સ્પેશીયાલીસ્ટ તબીબો પોતાની સેવાઓ આપશેઃ દર્દીઓને લેબોરેટરી તપાસ અને દવાઓ પણ વિનામુલ્યે અપાશે

જુનાગઢ તા. ર૧ :.. સમુહલગ્ન, જ્ઞાતિ સમાજની વાડીના નિર્માણ, જરૂરીયાત મંદ બહેનોને સિલાઇ મશીન વિતરણ, નિરાધારોને પગભર થવા માટે મદદ અને ખેડૂતોને જાગૃત કરવા માટે માર્ગદર્શન કાર્યક્રમ સહિતની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ તથા ઝાંઝનાથ  મહાદેવ ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આગામી તા. ર૪ ને રવિવારે બિલખામાં વિનામુલ્યે સર્વરોગ મેગા નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં આસપાસના ગામના તમામ દર્દીઓની જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર તપાસ કરવામાં આવશે.

બિલખામાં આવેલી પ્રસિધ્ધ ચૈલેયાધામ શેઠ સગાળશાની જગ્યા ખાતે આગામી તા. ર૪ ને રવિવારે સવારે ૯ થી બપોરે ર વાગ્યા સુધી યોજાનારા આ મેગા સર્વરોગ નિદાન કેમ્પનો પ્રારંભ મહામંડલેશ્વર રામદયાલદાસજીબાપુના હસ્તે કરવામાં આવશે. કેમ્પમાં હૃદયરોગ, ડાયાબીટીશ, થાઇરોડ, કિડની ફેફસા વગેરે રોગો માટે ડો. ભરત ઝાલાવાડીયા અને ડો. જતીન સોલંકી, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. નૈનેશ ઝાલાવાડીયા, બાળરોગ નિષ્ણાંત ડો. હર્ષા ગાધે, જનરલ સર્જન ડો. નિરવ સતાસીયા, હાડકાના નિષ્ણાંત ડો. યોગેશ ઠક્કર અને ડો. શ્વેતલ ભાવસાર, ડો. જતીન વઘાસીયા, ડો. હાર્દિક સુવાગીયા, પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાંત ડો. ધ્રુવેન દેસાઇ, ડો. કુમાર મહેતા, આંખના નિષ્ણાંત ડો. ઓમ પટેલ, ચામડીના નિષ્ણાત ડો. શ્યામ માકડીયા, ફેફસાના નિષ્ણાંત ડો. ચિંતન યાદવ, જનરલ ફીઝીશીયન ડો. પિયુષભાઇ અગ્રાવત, ડો. ડોલી શિંગાળા, ફીઝીયોથેરાપીસ્ટ ડો. ચિરાગ પાનસુરીયા, ફાર્માસીસ્ટ વિવેક પાનેલીયા અને પ્રતિક રાબડીયા પોતાની સેવાઓ આપશે.

કેમ્પમાં અગ્રણી ધનજીભાઇ ઠુંમર, ડાયાભાઇ વિરાણી, હિતેશભાઇ કંટારીયા, કરશનભાઇ લુણાગરીયા, પિયુષભાઇ મહેતા, ઉષાબેન ધાડિયા, અનકભાઇ ભોજક, પુષ્પાબેન નાગ્રેચા, ભુરાભાઇ પત્રકાર, સમજુભાઇ સાબલપરા, જેરામભાઇ ઢોલરીયા, મનુભાઇ રામોલીયા, ભરતભાઇ વાળા, સંજયભાઇ રાવલ, ઘેલાભાઇ ઢોલરીયા, શાંતુબેન શાક, ગીરીરાજભાઇ ડાંગર, કુંભાભાઇ વકાતર વગેરે હાજર રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રિતીબેન બી. વઘાસીયા, બિલખા સરપંચ મહેન્દ્રભાઇ નાગ્રેચા, ઝાંઝનાથ મહાદેવ ફાઉન્ડેશનના પ્રમુખ અનિલભાઇ સાબલપરાના માર્ગદર્શન હેઠળ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:00 pm IST)