સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st November 2018

તળાજા ૧૮ ગામ આહીર ઉત્કર્ષ સંગઠન દ્વારા સમૂહલગ્ન

તા.૨૩ના રોજ ૩૦ નવવધુઓ પ્રભુતામાં પગલા પાડશે

તળાજા, તા.૨૧: શ્રી આહીર સમાજ ઉતકર્ષ સંગઠન અઢાર ગામ દ્વારા પંદરમાં સમૂહ લગ્નનું આયોજન તા.૨૩ને શુક્રવારના રોજ કરવામાં આવેલ છે. લગ્ન સ્થળ તળાજાથી આગળ જતાં મહુવા રોડ પર રાખવામાં આવેલ છે. સમૂહ લગ્નોત્સવમાં એકજ મંડપ નીચે એકી સાથે ત્રીસ નવવરવધુઓ પ્રભુતામાં પગલાં પાડશે.

 

સવારે ૬ કલાક એ જાન આગમન થશે. ત્યારબાદ હસ્ત મેળાપ ૯.૧૫ કલાક, ભોજન ,આશીર્વચન અને બપોર ના ૧૨ કલાકે જાન વિદાય કરવામાં આવશે.

કાર્યક્રમના અધ્યક્ષ ઉપાધ્યક્ષ આણંદ ભાઈ નકુમ, કરશનભાઇ ઝીઝાલા, રહશે. આગેવાનો માં ડો.મનહરભાઈ બલદાણીયા, વડલી હોસ્પિટલના સેવા ભાવિ ડોકટર પ્રવીણભાઈ બલ દાણીયા, ડો. કનુભાઈ કલસરિયા, હીરાભાઈ કવાડ, પુનમભાઈ ઝીંઝાલા, અરજણ ભાઈ બમભણીયા, તથા જ્ઞાતીના તબીબ, સરકારી ઓફિસર, ઉદ્યોગકારો, વ્યવસાયકારો, ખાસ કરીને સુરત સહિત રાજય ભરમાંથી ઉપસ્થિત રહેશે.

કન્યાને કરિયાવરમાં છે તાલીસ પ્રકારની વસ્તુ આપવમાં દાતાઓ તરફથી આપવામાં આવશે. સમૂહ લગ્ન અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ પંદરમાં સમૂહ લગ્ન ન ભોજનના દાતા સ્કુલ સંચાલક ગ્રુપ છે. જયારે આવતા સોળમાં સમૂહ લગ્ન ભોજન ખર્ચના દાતા વેપારી ગ્રુપ તળાજા જાહેર કરવામાં આવેલ હોવાનું સદવિચાર હોસ્પિટલના તબીબ ઘનશ્યામભાઈ છોટાળાએ જણાવ્યૂ હતું.

(11:50 am IST)