સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st November 2018

ભાવનગર પંથકની સગીરા ઉપર બળાત્કાર ગુજારી આપઘાતની ફરજ પાડવા અંગે પકડાયેલા આરોપીને ૧૦ વર્ષની સજા

ભાવનગર તા.૨૧: બે વર્ષ પૂર્વે વલ્લભીપુર તાલુકાના કાળા તળાવના એક શખ્સે સગીરાને લલચાવી ફોસલાવી ફરિયાદીના વાલીપણા માંથી અપહરણ કરી ભગાડી લઇ જઇ તેણીની મરજી વિરૂદ્ધ બળાત્કાર કરી જાતિએ સતામણી કરે તેમજ રોડ ઉપર એકલી રખડતી મુકી મરવા મજબુર કરેલ જેથી સગીરાને લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લઇ આપઘાત વ્હોરી લીધો હતો. આ બનાવ અંગે મુખ્ય આરોપી તથા અન્ય પાંચ શખ્સો સામે એેકબીજાને મદદગારી કરી હોવાની ઉપરાંત મરવા મજુબત કર્યા સીહતની ઇપીકો કલમ ૩૦૬, ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોકસો એકટ મુજબનો ગુનો વલ્લભીપુર પો.સ્ટે.માં નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના સ્પે. જજ અને ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ એમ.જે. પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે. ખાંભલ્યાની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઇ મુખ્ય આરોપીને જુદી જુદી કલમો હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અદાલતે ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વલ્લભીપુર તાલુકાના કાળા તળાવ ગામે રહેતા ભરત વાલજી સોલંકી જાતે કોળી (ઉ.વ.૩૫) નામના શખ્સે ગત તા. ૨૮-૫-૨૦૧૬નાં રોજ આ કામના ફરિયાદીની બહેનની દીકરી ભોગ બનનાર (ઉ.વ.૧૬) ને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ફરિયાદીના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઇ જઇ તેણીની સાથે અવાર નવાર તેણીની મરજી વિરૂદ્ધ બળાત્કાર કરી જાતિ સતામણી કરી, તેમજ રોડ ઉપર એકલી રખડતી મુકી મરવા મજબુર કરેલ જેથી આ કામે ભોગબનનારને મુખ્ય આરોપી પોતાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ કરી પોતાને છોડીને એકલી મુકી જતો રહેતા સગીરાને લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લેતા તેણીનું મોત નિપજયંુ હતું.

આ કામમાં મુખ્ય આરોપી (૧) ભરત વાલજી સોલંકી, (ર) જીણાભાઇ ઉર્ફે જીવરાજભાઇ બચુભાઇ મકવાણા (ઉ.વ.૫૦,રહે. કાળાતળાવ), (૩) કલ્પેશ જીવરાજ સોલંકી (ઉ.વ.૨૦ રહે કાળા તળાવ), (૪) હિતુભા ઉર્ફે હિતેન્દ્રસિંહ જામસિંહ ગોહિલ ઉ.વ.૪૧), (પ) ઘેલુભા ઉર્ફે શિવભદ્રસિંહ વખતસિંહ ગોહિલ (ઉ.વ.૪૨, રહે પચ્છે ગામ તા. વલ્લભીપુર, (૬) હરપાલસિંહ જનકસિંહ ચુડાસમા (ઉ.વ.૨૨, રહે. દેવગાણા તા.રાણપુર જી. બોટાદ સહિતના શખ્સોએ મુખ્ય આરોપીને અને સગીરાને રહેવા, સંતાવવા, લાવવા-મુકવા, ખાવાપીવાની તેમજ ભાગવા માટે વાહનની વ્યવસ્થા કરાવી હતી. તેમજ પુરતો સહકાર આપી એકબીજાને મદદગારી કરી તથા ભોગ બનનાર મરણ જનારને ભગાડવામાં મદદગારી કરી હોવાની જે તે સમયે વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ઉકત શખ્સો સામે ઇ.પી.સી. કલમ ૩૦૬,૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોકસો એકટ ૨૦૧૨ની કલમ ૪,૮,૧૭ મુજબનો ગુન્હો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના સ્પે. જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે. ખાંભલ્યાની દલીલો, મોૈખીક પુરાવા, ૩૫, લેખીત પુરાવ ૬૪, વિગેરે બાબતો ધ્યાને લઇ મુખ્ય આરોપી ભરત વાલજી સોલંકીને આઇ.પી.સી. કલમ ૩૬૩ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ. ૨ હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા, આઇ.પી.સી. ૩૬૬ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી ૭ વર્ષની સખ્ત કેદની સજા અને ૩ હજારનો રોકડ દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા, પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેકયુઅલ ઓફેન્સિસ એકટ ૨૦૧૨ની કલમ ૪ મુજબ ૧૦ વર્ષની સજા અને રોકડા રૂ. ૧૦ હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા તથા અન્ય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

(11:09 am IST)