સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st November 2018

ભાજપની સરકાર જસદણ તાલુકાના ખેડુતોની મશ્‍કરી કરે છે ગજેન્‍દ્ર રામાણી

જસદણ તા. ર૧ : જસદણ પંથકના ખેડુતોની ફરી એકવાર મશ્‍કરી ભાજપ સરકારએ પોતાનું પોત પ્રકાશયું હોવાનું હોવાનો આક્ષેપ કોંગ્રેસના અગ્રણી ગજેન્‍દ્રભાઇ રામાણીએ કર્યો છે. તેમણે જણાવ્‍યું હતું કે  શનિવારે રાજય સરકારએ જસદણને અછતગ્રસ્‍ત જાહેર કર્યો છેતેવી મસમોટી જાહેરાત કરી ખેડુતોને પડયા પર પાટુ માર્યુ છે. તેને આવનારી પેઢી પણ માફ નહી કરે જસદણ પંથકના ભાજપના આગેવાનો અને તેમના સાથીદારોએ સોશ્‍યલ મિડીયા પર એવી લોભામણી જાહેરાત કરીને ખેડુતોને છેતર્યા છે જસદણ પંથકમાં ઓણસાલ વરસાદને કારણે ખેડુતોનો પાક નાશ પામ્‍યો છે. અને માલધારીઓ અને પશુપાલકો અત્‍યારે ઘાસચારા માટે ઠેરઠેર ભટકી રહ્યા છે. તેને મદદ કરવાને બદલે ખેડુતોને એક હેકટર દીઠ ફકત ૬૪૦૦ જેવી મામુલી રકમ જાહેર કરી ભાજપએ અછતગ્રસ્‍તનું નાટક જ કર્યુ છે ગજેન્‍દ્રભાઇ રામાણીએ વધુમાં જણાવ્‍યું કે ખેડુતોને પોતાના ખેતરવાડીના પાકમાં લાખો રૂપિયાનું નુકશાન થયું છે અને માલધારી પશુપાલકોને એકપણ રૂપિયાની મદદ મળી નથી. ત્‍યારે આનો જવાબ ખેડુતો માલધારીઓ અને પશુપાલકો આવનારી ચુંટણીમાં આપશેજ.

(11:26 am IST)