સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st October 2020

ભારતીય ગ્રંથોનો મહિમા અતૂટઃ પૂ. મોરારીબાપુ

સીતાજી પૃથ્વીમાંથી પ્રગટ થયા અને પૃથ્વીમાં સમાયાઃ પ્રકૃતિમાં પાંચ તત્વો છે તેમાં સમાય તે જગદંબાઃ ગિરનાર પર્વત ઉપર આયોજીત 'માનસ જગદંબા' ઓનલાઇન શ્રીરામકથાનો પાંચમો દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૧ :.. જુનાગઢ ગિરનાર પર્વત પર  કમંડળ કુંડ ખાતે આજે પ માં દિવસે મોરારીબાપુના વ્યાસાસને યોજાયેલ માનસ જગદંબા રામકથામાં પૂ. બાપુએ સીતામાં જગદંબાના સત્વ તત્વનું કથામાં વર્ણવ્યુ હતું અને મા જગદંબાના વિવિધ સ્વરૂપો સાથે પૃથ્વીમાં સમાયા હતા એ પ્રસંગના ઉદાહરણો આપ્યા હતાં.

જગદંબા ભવાની સીતા, અગ્નિમાંથી પાસ થયેલ છે.

કોઇ આદમી અગ્નિમાં અંદર પ્રવેશ કરે તો તેને અગ્નિજલાવે છે.

જાનકી અગ્નિમાં ગયા તો પણ જલ્યા કેમ નહી યોગ અગ્નિમાં શબરી સમાઇ સીતા અગ્નિમાં સમાઇ.

શબ્દ શબ્દને સમજવાની કોશિષ તે કરતી, પ્રકૃતિમાં પાંચ તત્વ છે. તેમાં સમાય જાય તે જગદંબા છે.

ગુરૂકૃપા કહે છે પાંચ તત્વથી બનેલ શરીર પ્રકૃતિમાં સમાય તે જગદંબા છે.

ભારતીય ગ્રંથોનો મહિમા અતુટ છે સીતાજી પૃથ્વીમાંથી પ્રગટ થઇ અને આખરે પૃથ્વીમાં સમાયા., સાધુ લોગ સમાધી કે રૂપમાં પૃથ્વી મે સમજાતે સાધુ વિશ્વ મંગલ કરી સમાય જાય છે.

સંસારી પૃથ્થવી પર જન્મી  અગ્નિમાં સમાય જાય છે. અગ્નિ સંસ્કાર સન્યાસીની એક પરંપરા તે  જ સમાધીમાં સમાય છે.

ડોગેરેજી મહારાજને યાદ કર્યા સાધુ અગ્નિમાં ધુણા પાસે બેસી અગ્નિને સેવે છે.

અગ્નિના રંગ બદલે છે તે કોઇ અવધુતને ખબર હોય છે. જેને આધારે આગાહી કરતા કોઇ વિશ્વને ચેતવણી આપતા સાધુને અગ્નિ કહી દેતી અને સાધુ લોકોને સાવધાન કરી દેતા જાનકી પૃથ્વીમાં પ્રગટય અને પૃથ્વીમાં સમાયા એટલે જગદંબા છે.

શાસ્ત્રનો એક નિયમ છે. પુરૂષ કામ માટે વિદેશ જાય તો સ્ત્રીને કયાં રાખે તે બ્રાહ્મણને ઘરે પુરોહિતને ઘરે તેની પત્નિને મુકી જાય.

આકાશ માર્ગે રાવણ સીતાને લઇ ગયા ત્યારે સીતાનું સત્વ તત્વ આકાશમાં સમાઇ ગયા. કથા તો બધાની રૂચી મુજબ લેવી પડે નકર હુ તો ખોવાઇ જાવ છુ. આમાં વાયુમાં સમાય ગયા આકાશમાં જળમાં પૃથ્વીમાં સીતાજી સમાય ગયા હતાં. (તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(12:59 pm IST)