ફરેણી ગામે વાડીમાંથી જુગારધામ ઝડપાયુ
રાજકકોટઃ ધોરાજી નજીક આવેલ ફરેણી ગામની સીમમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ધોરાજી પોલીસે મોડી રાત્રે રેડ કરતા ફરેણીના પાંચાભાઇ વજુભાઇ અમીપરાની વાડીએ (૧) પાચાભાઇ (ર) ભરતભાઇ ઉર્ફે બાવ જીણાભાઇ વૈષ્ણવ (રહે.ધોરાજી) (૩) કપીલ લાલજીભાઇ રાબડીયા રહે. ફરેણી (૪) યતીન લાલજી બાબરીયા રહે. ધોરાજી (પ) કાનજીભાઇ પોપટભાઇ કુકડીયા રહે. ધોરાજી (૬) પીયુશ મનજીભાઇ શીંગાળા રહે. ગુંદાળા (૭) ભાવેશભાઇ વલ્લભભાઇ ખોખર રહે. મોટા ગુંદાળા સહીતનાઓને રૂ. ૭ર૧૮૦ રોકડા તેમજ જુદી જુદી કંપનીઓના મોટર સાયકલ નંગ -૪ ૮પ૦૦૦ તેમજ જુદી જુદી કંપનીઓના મોબાઇલ નંગ-૭ ર૩પ૦૦ મળીને રૂ. કુલ ૧,૮૦,૬૮૦ના મુદામાલ સાથે પકડી પાડેલ હતા. પીએસઆઇ એસ.એમ.વસાવા, હિતેશભાઇ ગરેજા, રવીરાજસિંહ જાડેજા સહીતનાઓને મળેલ ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન પાર પાડેલ હતું. આ રેડની કામગીરીમાં એચ.એ.જાડેજા, બલદેવભાઇ સોલંકી, સુરપાલસિંહ જાડેજા સહીતના રોકાયા હતા.