સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st October 2018

જૂનાગઢના ચિત્તલના હિરાના વેપારી સહિત ત્રણને હનીટ્રેપમાં ફસાવી પાંચ લાખ પડાવ્યા

જુનાગઢમાં અમરેલી જિલ્લાના ચીતલ ગામના એક હિરાના વેપારી, એક વિપ્ર તથા  એક મીસ્ત્રી યુવાન હનીટ્રેપનો શિકાર  બન્યા હોવાની અને તેમની પાસેથી ૩ મહિલા સહીત પ શખ્સોએ રૃા. પ લાખ પડાવ્યા હોવાનો કીસ્સો બહાર આવ્યો છે.

હનીટ્રેપનો ભોગ બનેલ મહેશભાઇ ઉમિયાશંકર પંડયાના જણાવ્યા અનુસાર ગત તા.  ૬/૮/૧૮ ના રોજ પોતાના ફોરવ્હીલમા તેના મીત્રો મનસુખભાઇ માંગરોળીયા તથા  અશ્વીનભાઇ મીસ્ત્રી સાથે જુનાગઢ દર્શન માટે આવેલ ત્યારે હીરાના વેપારી મનસુખભાઇને સુરત રહેતી રેખા નામની સ્ત્રી સાથે સંબંધ હોય તેને ફોન કરતા તે જુનાગઢ  હોવાનું જણાવી તેના મીત્રને ઘરે ચા પીવા બોલાવવા હીના સોલંકી નામની યુવતીને મોકલી શહેરના ખામ્રધોળ રોડ ઉપર એક મકાને લઇ ગયેલ. રાજકોટની એક સ્ત્રી પણ ત્યાં હાજર હતી. અને થોડી વાચતીત કરીહતી. તે દરમ્યાન શકલઆહીર અને કુકાવાવના લાખા પાદરનો  વતની  અરવિંદ ગજેરા ત્યાં આવી પહોંચતા અમે પોલીસ છીએ તેવી ઓળખ આપી ત્રણેય યુવતીઓને રુમની બહાર કાઢી ત્રણે યુવકોના કપડા કઢાવી  અર્ધનગ્ન ફોટા પાડી લઇને ગેંગ રેપમા ફસાવી દેશુ તેવી ધમકી આપી ૧૦ લાખની માગણીકરી હતી. અને રૃમમાં ગાંેધી રાખ્યા હતા. અને રૂ. પ લાખમા સમાધાન થયુ હતુ.

ૃસવારે રૂ. પ લાખ આ હીરાના વેપારીમનસુખભાઇએ  તેમના કોઇ મીત્ર મારફત  આગડીયા દ્વારા મંગાવ્યા હતા. અને રાહુલ આહીર તથા અરવિંદ ગજેરાને આપતા  ત્રણેે યુવકોેેેે એ કોઇને વાત કરવાની ના પાડી ધમકી આપીને છોડી દીધા હતા.

આ ગુના સબબ પોલીસે ગઇકાલે  રાહુલ તથા  અરવિંદ ગજેરાને ઝડપી લીધા હતા.  કોર્ટમા રીમાન્ડની માગણી સાથે રજુ કરતા બે દિવસના જામીન મંજુર કર્યા હતા. આ કેસમા સંડોવાયેલ  રેખા તથા અન્ય એક મહીલાને પોલીસ દ્વારા પકડી પાડવા માટે તજવીજ હાથ ધરાઇ હોવાનું જાણવા મળેલ છે. 

(12:14 pm IST)