સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st October 2018

જામનગરના સરમત ગામના ખેડુતોએ રસ્તા પર દુધ ઢોળી કર્યા ચકકાજામ

જામનગર જિલ્લાના  સસોઇ ડેમમાંથી પાણી છોડવાની માગ સાથે  આજે સરમત ગામ નજીક  ખેડુતો એકત્ર થયા હતા. અને રસ્તા ઉપર દુધ ઢોળીને ચકકાજામ કરી વિરોધ દર્શાવેલ હતો. જામનગર નજીક સસોઇ ડેમમાથી પીયત માટે પાણી છોડવાની માંગ સામે ખેડૂતો દ્રારા સમયાંતરે આંદોલન કરવામા આવી રહ્યા છે.

         આજે પણ જામનગર તાલુકાના સરમત ગામ નજીક ખેડૂતો એકત્ર થયા હતા. અને જાહેર રસ્તા પર દુધ ઢોળીને પોતાનો વિરોધ પ્રદર્શીત કર્યો હતો. આ સમયે ૧પ થી ર૦ મિનિટ સુધી ચકકાજામ કરી દેવાયો હતો. આથી વાહનોની કતારો લાગી જવા પામી હતી.

(12:14 pm IST)