સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st October 2018

માણાવદરના સરપંચ વૃક્ષો કાપી ૭.ર૦ લાખનું લાકડું વેચી માર્યુ

ધારી તાલુકાના માણાવાવ ગામના જંગલ વિસ્તારમાં બીનકાયદેસર વૃક્ષો કાપી આઇશરમાં લઇ જતા ડ્રાઇવરને ચલાલા પોલીસે ઝડપી લેતા આજદિન સુધીના રૂ. ૭.ર૦ લાખના લાકડા ગથામના સરપંચે રાજકોટમાં વેંચી માર્યાનો પોલીસે પર્દાફાશ કરી  લાકડા ભરેલ ટ્રક સાથે ડ્રાઇવરને જંગલ ખાતાના હવાલે કરવામા આવેલ હતો. જેમા મુખ્ય સુત્રધાર માણાવાવના સરપંચ હોવાનું ખુલ્યું હતુ. ચલાલા પોલીસે લાકડા ભરેલ ટ્રક સાથે ડ્રાઇવરને ધારી આર.એફ.એ. હવાલે કરવામાં આવેલ હતો.  ૩૦૦ ટન જેટા વૃક્ષોના છેદન થઇ ગયાછતા પણ વનવિભાગ અજાણ હોય કે વન વિભાગની મીલીભગતની  નીતી પણ હોઇ શકે તેવી ચર્ચાઓ જોર પકડેલ છે.

(12:14 pm IST)