સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st September 2021

મોરબીના જેતપર ગામે પાણીના ટાકા પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી તાલુકાના જેતપર ગામે પાણીના ટાકા પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના જેતપર ગામે જાહેરમાં જુગાર રમતા સુનીલભાઈ કુકાભાઈ દેગામાં, અજયભાઈ પુરણભાઈ ચોરાસીયા, સાગરભાઈ અમરશીભાઈ માલણીયાત, સાગરભાઈ મનજીભાઈ માલણીયાત અને દિનેશભાઈ મનજીભાઈ માલણીયાતને રોકડ રકમ રૂ.૨૭૩૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:50 pm IST)