બાબરાના ઘુઘરાળામાં મળેલ માનવ કંકાલ ભાવનગર પોસ્ટમોર્ટમ માટે ખસેડાયું
પુરૂષનું છે કે સ્ત્રીનું ? કોણે દાટી દીધુ ? સહિતની દિશામાં પોલીસ તપાસ
(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા. ર૧ : બાબરા તાલુકાના ઘૂઘરાળામાં પડતર જમીનમાં માનવ કંકાલ હોવાના સમાચાર બાબરા પોલીસ ને મળતા પી આઈ ડી. વી પ્રસાદ ઘૂઘરાળા બીટ જમાદાર મહિપતસિંહ રાઠોડ, સહિતના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અને જે જગ્યાએ માનવ કંકાલના અવશેષ મળ્યા હતા તે જગ્યાએ વધુ ખોદકામ કરતા માનવ કંકાલ મળી આવ્યું હતું તમામ અવશેષો એકઠા કરી ભાવનગર ખાતે પીએમ અર્થે રવાના કરવાની કવાયત બાબરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે
બાબરા પોલીસ પી આઈ ડી વી પ્રસાદ જણાવ્યું હતું કે તાલુકાના ઘૂઘરાળા ગામની પડતર જમીનમાં માનવ કંકાલ મળી આવ્યું છે અને તે આ માનવ કંકાલ કોનું છે? પુરુષ નું છે કે સ્ત્રીનું કેવડી ઉંમર છે તેમજ કોઈ ઇજા પહોંચાડી છે કે કેમ કેટલા સમયથી છે કોઈ દ્વારા મારી ડાટવામાં આવ્યું છે અને કેટલો સમય થયો તેની સઘળી વિગતો ભાવનગર પીએમ કર્યા બાદ રિપોર્ટ આવ્યા બાદ માહિતી મળી શકે હાલ તો પ્રાથમિક તપાસ કરી આગળ વધુ તપાસ કરવામાં આવી રહી છે.