સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

કલ્‍યાણપુર તાલુકાના ખીરસરામાં પોલીસની માસ્‍ક-દંડ કાર્યવાહી સામે ગ્રામજનોની પોલીસ સામે ઝપાઝપી

 ખંભાળીયા તા. ર૧ : કલ્‍યાણપુર તાલુકાના ખીરસરા ગામે રાવલ પો.સ.ઇ. સસોડીયા તથા સ્‍ટાફ માસ્‍ક તથા હેલ્‍મેટ ઝૂબેશના સંદર્ભમાં જતા ત્‍યા ૧૦૦૦ રૂા. દંડ કરીને માસ્‍ક અંગે પગલા ચાલુ  કરતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. પોલીસ સાથે ઝપાઝપી કરીને દંડ માસ્‍કનો લેવામાં આવશે તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપીને જીપ સાથે પોલીસ સ્‍ટાફને ત્‍યાંથી જવા માટે મજબુત કરતા ભારે ચર્ચા જાગી હતી.

જિ.પો. વડાશ્રી સુનીલ જોષીની સુચનાની ડી.વાય.એસ.પી. શ્રી હિરેન ચૌધરી ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા તથા પો.કોન્‍સ. સુભાત જેડાભાઇ ભાટીયાની ફરીયાદ નોંધીને ગોવિંદ નાથા નંદાણિયા નામના યુવાનને માસ્‍કનો દંડ ભરાવતા તેના પિતા નાથાભઇ નંદાલીયા, કરસન હમીર નંદાલીયા, જાદવ કાના સગર, હમીરભાઇ નંદાલીયા તથા અન્‍ય ર૦ શખ્‍સોએ એકસંપ કરીને બબાલ સર્જી ફરજમાં રૂકાવટ કરી હતી.

કલ્‍યાણપુર પો.સ.ઇ. ફરીદાબેન ગગનીયાએ તપાસ હાથ ધરી છેમાસ્‍ક દંડમાં ગામની બબાલે ભારે ચર્ચા જિલ્લામાં જગાડી છ.ે

(1:58 pm IST)