સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

જામનગરમાં મળી આવ્યો દુર્લભ ઇંડા ખાવ સાપઃ

જામનગર : જામનગરના પોટરી ગલી વિસ્તારના એક ટ્રાન્સપોર્ટની ઓફીસ નજીક સાપ નિકળતા તેને પકડવા માટે જામનગરની લાખોટા નેચર કલબને જાણ કરતા કલબના સદસ્યો ભગતસિંહ અને વૈભવ ચુડાસમા દોડી ગયા હતા. અને દુર્લભ ગણાતા ઇંડા ખાવ સાપને રેસ્કયુ કર્યો હતો. ઇન્ડિન એર ઇટર તરીકે ઓળખાતો આ સાપ બિનઝેરી સાપ છે. એક સમયે નાશ પામેલી પ્રજાતિ આવી ગયેલ આ સાપ હમણા થોડા સમયથી ગુજરાતમાં કયાંક કયાંક જોવા મળી રહ્યો છે. ૧૯૯૦ના ઇન્ડિયન વાઇલ્ડ લાઇફ એકટમાં તેને એ  કેટેગરીણું સંરક્ષણ આપવામાં આવેલ છે. સુકા અને ઘાસીયા પ્રદેશોને પસંદગી આપી ઉઘઇના રાફડામાં વસાવટ કરતો અને પક્ષીના માળામાંથી ઇંડા આરોગી જતો આ ઇંડા ખાવ સાપ શહેરી વિસ્તારમાં જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)

(1:17 pm IST)