સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

રાજુલા પાસે પુલના કામમાં ઝડપ લાવવા માંગણી : થોરડી રોડ અતિબિસ્માર

રાજુલા તા.૨૧ : સાવરકુંડલા રોડ વાયા થોરડી વાળો રોડ ખૂબ બિસ્માર હાલતમાં હોય ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા હોય તેમજ જાયોદર પાસેનો પુલ પણ ધરાશાહી થયેલો હોય અને આ પુલનુ કામ ખૂબ મંદ ગતિએ ચાલતુ હોય જેના લીધે પીપાવાવ અને માલસામાન લઇને આવજા કરતા કન્ટેનરો અને ટ્રકોને ફરી ફરીને વાવેરા રોડ પરથી જવુ પડે છે. જેના કારણે ડીઝલ તથા વેરીએન્ટેજ વધી જાય છે.

હાલના કોરોનાના સમયમાં ડીઝલ પેટ્રોલના ભાવો પણ વધેલ હોય ટ્રક માલીકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકશાન થઇ રહેલ હોય આ રોડને તાત્કાલીક રીપેરીંગ કરવાની માંગ પીપાવાવ ટ્રક એશો.ના પ્રમુખ જીકારભાઇ વાઘ (યાદવ) દ્વારા કરવામાં આવેલ છે. તેઓએ એવુ પણ જણાવેલ છે કે, આવા કપરા સમયમાં જો આ રોડ તાત્કાલીક નહી થાય છે ટ્રક માલીકો દેવામાં ડૂબી જશે જેથી સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલીક યુધ્ધના ધોરણે પુલ અને રોડ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી છે

(1:16 pm IST)