સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

પોરબંદર જિલ્લામાં કોરોનાના નવા ૭ કેસ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧: કોરોના પોઝીટીવના ૭ નવા કેસ આવ્યાં હતાં જેમાં કુતિયાણા રાણાવાવ ખાપટ ઉપરાંત પોરબંદરના છાંયા ઝુરા બાગ સહિત વિસ્તારોમાંથી આવેલા કોરોના પોઝીટીવ કેસનો સમાવેશ થાય છે.

ગઇકાલે કોરોનાના શંકાસ્પદ ૬૦૮ કેસના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાં ૭ કેસના પોઝીટીવ રિપોર્ટ આવેલ તથા ૬૦૧ કેસના નેગેટીવ રિપોર્ટ આવ્યા હતાં અત્યાર સુધીમાં કુલ ર૯૭૭૭ કેસમાં નમુના લઇને ચકાસણી કરવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના પ૩ કેસના દર્દી સારવાર લઇ રહ્યાં છે.

(11:47 am IST)