સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

દ્વારકાધીશજી મંદિરે પવિત્ર પુરૂષોત્તમ માસમાં વિવિધ ઉત્સવોના દર્શન

સોશ્યલ ડીસ્ટન્સ રાખીને ભાવિકો દર્શન કરી શકશે

દ્વારકા તા.૨૧ : અધિક આસોમાસ પુરૂષોત્તમ માસ દરમિયાન દ્વારકાધીશ મંદિરમાં ઉજવવામાં આવનાર ઉત્સવોની યાદી તેમજ તે દરમિયાન શ્રીજીના દર્શનનો કાર્યક્રમ દર્શાવેલ તારીખ અને સમય મુજબ રહેશે. સર્વે દર્શનાર્થીઓએ નોંધ લેવા તેમજ કોવીડ-૨૦૧૯ અંગેની સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે રીતે દર્શન કરવા મંદિરના વહીવટદાર દ્વારા જણાવાયુ છે.

તા. ૧૯ શનિવારે રથયાત્રા સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ ઉત્સવ દર્શન સાંજે પ થી ૬ કલાક સુધી (સભામંડપમાં રથના દર્શન થશે) તા.૨૧ સોમવાર વસંતપંચમી સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ ઉત્સવ દર્શન બપોરે ૧ થી ર કલાક સુધી, તા. ૨૪ ગુરૂવાર ગોપાષ્ટમી નિત્યક્રમ મુજબ, તા.૨૫ શુક્રવાર બગીચાનોમ નિત્યક્રમ મુજબ, તા.૨૬ શનિવાર દશેરા નિત્યક્રમ મુજબ, તા.૨૭ રૂક્ષ્મણી વિવાહ નિત્યક્રમ મુજબ.

(11:34 am IST)