સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

ગોંડલમાં ડિસ્ટ્રીકટ બેંક અને ફેડરલ બેંકનું એટીએમ તોડી ચોરીનો પ્રયાસ

રાજકોટ તા. ર૧ :.. ગોંડલમાં તસ્કરે બે સ્થળે બેંકના એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે, રોકડ રકમ ન મળતા તસ્કરે એટીએમમાં તોડફોડ કરી હતી.

પ્રથમ બનાવમાં ગોંડલમાં જેતપુર રોડ ચોરડી દરવાજા પાસે આવેલ રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેંક લી., ગોંડલ મેઇન (હીરક) શાખાની બ્રાંન્ચનાં એટીએમનું વાયરીંગ તોડી તથા મશીનનું આગળના ભાગનો ડ્રોવરનો લોક ચોરી કરવાના ઇરાદે તોડી નાખી નુકશાન કર્યુ હતું. તેમજ ગોંડલ પેલેસ રોડ ઉપર અલખના ચબુતરા સામે આવેલ ફેડરેલ બેંકના એટીએમમા તસ્કરે ચોરીના ઇરાદે તોડફોડ કરી નુકશાન કર્યુ હતું. આ અંગે ડિસ્ટ્રીકટ બેંકના પ્રકાશભાઇ કોટડીયાએ રર થી રપ વર્ષના અજાણ્યા ઇસમ સામે ફરીયાદ કરતા ગોંડલ સીટી પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:29 am IST)