સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઇ-બુકનું ગોરધનભાઇ ઝડફીયાના હસ્‍તે લોંચીંગ

ખંભાળીયા, તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઇ-બુક ભાજપ દ્વારા બનાવાઇ છે જેનુ હાલ કોરોના મહામારીમાં ઓનલાઇન મોબાઇલ પર વચ્‍યુર્અલ લોચીંગ કાર્યક્રમ યોજાયો હતો.

ભાજપના રાજ્‍યના ઉપાધ્‍યક્ષ ગોરધનભાઇ ઝડફીયાના હસ્‍તે ઇ-લોચીંગ થયું હતું.

જેમાં દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, પાલિકા પ્રમુખ શ્રીમતી શ્વેતાબેન શુકલ ઇન્‍દ્રજીતસિંહ પરમાર તથા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભાજપના હોદ્દેદારો ઇ-વચ્‍યુર્અલ કાર્યક્રમમાં જોડાયા હતા.

(10:21 am IST)