સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

ભાવનગરના ઝાંઝમેરના દરિયામાં ડૂબી જવાથી એકનું મોત : ૨ નો બચાવ

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર,તા. ૨૧: મુંબઈથી લોકડાઉનના પગલે તળાજાના કેરાળા ગામે આવેલ ભાલિયા પરિવારના સભ્યો મધુવન ઝાંઝમેર નજીક આવેલ રમણીય દરિયાના બીચપર ન્હાવા ગયા હતા. બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં અચાનક ત્રણ સભ્યો ડૂબવા લાગતા બે સભ્યો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.જોકે તેઓને સારવારની જરૂર હોય તાત્કાલિક અહીંની સદવિચાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા.હોસ્પિટલ ના ડો.છોટાળા એ જણાવ્યું હતુંકે પોતાની હોસ્પિટલમાં બે દર્દી સારવાર માટે આવેલ.એકની હાલત સામાન્ય છે.બીજાની સારવાર ચાલુ છે.

ત્રીજો વ્યકિત દેવાંગ અનિલભાઈ ભાલિયા ઉ.વ.૧૩ની મરણ ગયેલ હોય પી.એમ માટે અહીંની સરકારી હોસ્પિટલમાં લાવેલ હતા.

(10:14 am IST)