સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st September 2019

અમરેલી પાલીકા દ્વારા વેરા વધારવાની હિલચાલઃ જનતાને સુવિધા આપવામાં શાસકોની નિષ્ફળતાઃ ધાનાણી

અમરેલીઃ નગરપાલિકા સામે પ્રજાના પ્રાણ પ્રશ્ન સમાન અમરેલી શહેરના રાજમાર્ગો પર રાહદારીઓ કે વાહનચાલકોને પડતી યાતનાઓને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તંત્ર સામે નવતર વિરોધ પ્રદર્શન યોજાયું.

ભાજપ પાર્ટીઙ્ગ સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે ત્યારે અમરેલી નગરપાલિકાના શાસકો નું અમરેલીના નગરજનોની હાલાકી અંગે બેધ્યાન રહેતા તંત્રને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ અને કોંંગ્રેસ પક્ષ ના નગરપાલિકા ના સદસ્યો દ્વારા અલગ પ્રકારનો વિરોધ નોંધાયો...... ફૂટ પટી થી શહેર ના તમામ વિસ્તાર ના ખાડાઓ કેટલા ઊંડા છે તે ફૂટ ના માપમાં મપાયા મેજર ટેપથી શહેરના ખાડાઓની કેટલીઙ્ગ લંબાય પહોયાઇ છે તે માપાઈઙ્ગનગરપાલિકા કચેરી એ જઈને તંત્ર ને ખાડાનું લિસ્ટ સુ પરત કારીયું માત્ર એક જ રોડ ના ખાડા ની સંખ્યા ૩૪૦ થી વધારે થઇ તો શહેરના તમામ રોડ માં કેટલા ખાડા હશે તે જોઇ સૌવ અમરેલી વાસીઓને આશ્ચર્ય થયું

અમરેલી નગર પાલિકા દવારા શહેર ના નાગરિકો ઉપર તોતિંગ વેરા વધારવાની હિલ ચાલ થઇ રહી છે ત્યારે શહેર ની જનતા ને સુવિધા આપવામાં શાશકો ની નિષફળતા ઓ પ્રજાને દેખાઈ રહી છે કુંભર્કર્ણની નિંદ્રા માંથી પાલિકા તંત્રને જગાડવા કોંગ્રેસની અનોખી પહેલ.......

પ્રજાના પ્રશ્ને હંમેશા અવાજ બનીને આંદોલન કરતી કોંગ્રેસ પક્ષ ને સ્થાનિકો રહીશો વેપારીઓ ડોકટરો વકીલો સહીત ના લોકો નું જોરદાર સમર્થન પ્રાપ્ત થયું આ પ્રસંગે અમરેલી નગરપાલિકા નાઙ્ગ વિરોધ પક્ષ ના નેતા સંદીપ ધાનાણી નગર પાલિકા સદસ્યો ચંદુ બારૈયા. બી કે સોલિયા પ્રકાશ લાખાણી હિરેન ટીમાંણિયા હંસા જોશી રીટાટાંક માધવી જોશી કૌશિક ટાંક બાલુ પરમાર . કોંગ્રેસ અગ્રણી શરદ ધાનાણી શહેર કોંંગ્રેસ પ્રમુખ લલિત ઠુમ્મર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી જિલ્લા ઓબીસી સેલ નારણ મકવાણા લોક સરકાર જિલ્લા ઇન્ચાર્જ એડવોકેટ સંદીપ પંડ્યા ઓદ્યડ ડેર જીતુ પંડિત તાલુકા કોંંગ્રેસ મહામંત્રી વિપુલ પોકીયા જનક પંડ્યા ઇબ્રાહિમ કચરા વસંત કાબરીયા સાગર ટીમાણીયા લાલજી વાળોતરાં કેતન ખાંત્રાણીવગેરે વેપારી ઓ ડોકટરો વકીલો સહિતના શહેરીજનો ઉપસ્થિત રહયા એવું કોંંગ્રેસ પક્ષની યાદી જણાવે છે.

(1:02 pm IST)