સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st September 2019

માધવપુર ઘેડમાં ર ઇંચઃ ગોસામાં ૧ તથા કુતિયાણામાં પોણો ઇંચ

ગઇકાલ સાંજથી રાત્રી દરમિયાન જોરદાર ઝાપટાઃ સવારે સુર્ય પ્રકાશીત વાતાવરણઃ પોરબંદરમાં હળવા ઝાપટાઃ ફોદારા જળાશયમાં ર ઇંચ નવુ પાણી

પોરબંદર તા. ર૧ :.. માધવપુર ઘેડમાં ગઇકાલે સાંજથી જોરદાર ઝાપટારૂપે વરસાદ ર ઇંચ નોંધાયો હતો. ગોસા ઘેડમાં ગઇકાલે રાત્રીના ૧ તથા કુતીયાણામાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. આજે સવારે સુર્ય પ્રકાશીત વાતાવરણ છે.

પોરબંદરમાં સવારથી આકરો સુર્યતાપ રહેલ છે. ગઇકાલે બપોરે હળવા ઝાપટા વરસી ગયેલ છે. એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર ૦.૦ર મી. મી. (૯ર૪,૩ મી. મી.) નોંધાયેલ છે. ફોદારા જળાશયમાં ધીમા પાણીની આવક ચાલુ રહેતા ર ઇંચ નવુ પાણી આવ્યું છે. જિલ્લામાં અન્યત્ર વરસાદ નથી. ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૪.પ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન રપ.૯ સે.ગ્રે. ભેજ ૮૧ ટકા, તથા પવનની ઝડપ પ કી. મી. પ્રતિ કલાક રહી હતી.

(1:09 pm IST)