સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st August 2019

લોધીકામાં ૩૯ વર્ષના રામઅનુજ સિંગનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૧: લોધીકા જીઆઇડીસી અંજલી પાર્ક-૧માં રહેતાં રામઅનુજ વિક્રમભાઇ સિંગ (ઉ.૩૯)ને સવારે ચારેક વાગ્યે છાતીમાં દબાણ થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે લોધીકા પોલીસને જાણ કરી હતી.

મૃતક ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. સંતાનમાં ત્રણ પુત્રી છે. મુળ યુપીનો હતો અને અહિ કારખાનામાં કામ કરતો હતો. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:42 am IST)