હત્યાના ગુન્હામાં ફરાર આરોપીને સુરાજબારી નજીકથી મોરબી એસઓજી ટીમે ઝડપ્યો
મોરબી તાલુકા પોલીસ મથકના હત્યાના ગુન્હાનો આરોપી અકબર ઉર્ફે જાકમને ઝડપી લીધો
મોરબી તાલુકા પોલીસ મથકના હત્યાના ગુન્હામાં છ મહિનાથી ફરાર આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે સુરજબારી નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મોરબી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. જે.એમ.આલની સુચનાથી એસ.ઓ.જી. ના ફારૂકભાઈ પટેલ તથા અનિલભાઈ ભટ્ટને બાતમી મળતા નરેન્દ્રસિંહ જાડેજા સાથે સુરજબારી (તા.ભચાઉ )જઈ તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ મથકના હત્યાના ગુન્હામાં છ માસથી નાસ્તો ફરતો આરોપી અકબર ઉર્ફે જાકમ મામદ મુલ્લા (રહે- ચોરાવાંઢ, સુરજબારી તા.ભચાઉ )હાલ સુરજબારી મસ્જીદની પાછળ વાળો મળી આવતા એસ.ઓ.જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.