સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st August 2018

ખંભાળિયાના સલાયામાં કરોડો રૂપિયાના હેરોઇન પ્રકરણમાં વધુ ૬ શખ્સોના નામ ખુલ્યા : ૨ આરોપી જેલહવાલે

ખંભાળિયા તા. ૨૧ : તાલુકાના સળાયા ાગામે થી પાકિસ્તાનથી ઘુસાડવામાં આવેલા ૧૦૦ કિલોના  હેરોઇન પ્રકરણમાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા દશેક દિવસ પહેલા  સલાયા દરોડો પાડીને રફીક પુજારા તથા અનુજ ભગાડને પકડવામાં આવેલા  તથા તેમની પાસેથી સાડા પાંચ કિલો  હેરોઇન કિંમત પંદર કરોડનું કબજે કરવામાં આવેલુ.

એ.ટી.એસ.ના આઇ.સી પટેલની આગેવાની હેઠળ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તથા દેવભુમી દ્વારકા  જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ભટ્ટની કોર્ટમાં વાટાકટની અનુજ ભગાડ તથા રફીક સુમરાને  રીમાંડ માટે રજુ કરીને ૨૦/૮/૨૦૧૮ સુધીના આઠ દિવસના રિમાન્ડ મંજુર થયા હતા.  આ રીમાન્ડ પુર્ણ થતાં બન્ને આરોપીને  વધુ સાત  દિવસની રીમાન્ડ ની માંગણી સાથે મેજીસ્ટ્રેટ  સખત રજુ કરીને રીમાન્ડની માંગણી કરાઇ હતી. જે મેજીસ્ટ્રેટે નામંજુર કરતા એ.ટી.એસ. દ્વારા  બન્ને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

સલાયાના  અજીજ ભગાડ તથા કચ્છ માંડવીના રફીક સુમરાની રીમાંડ દરમ્યાન પોલીસને  હેરોઇનકાંડનું  પંગેરુ  પંજાબ તથા  કાશ્મીરમાં નીકળ્યુ છે.

રફીક - સુમરાએ કુલ ૧૦૦ કિલો  હેરોઇનનો જથ્થો ઉતાર્યો હતો. જેમાંથી સાડાપાંચ કિલો  અનુજ ભગાડને  આપીને  બાકીનો જથ્થો  વેચવા માટે તે નિયમીત રીતે પંજાબ તથા કાશ્મીરના  લોકોને વેચવા માટે  ઉંજા જિ. મહેસાણા  જતો હતો.

પંજાબ તથા  કાશ્મીરમાંથી  હેરોઇનના  ખરીદદાર  લોકો  ઉંજા આવતા હતા.  જ્યાં આ શખસ વેચાણ કરી પરત કચ્છ સલાયા ચાલ્યો જતો હતો.

હેરોઇન કાંડ

એ.ટ.એસ.ની કેટલીક ચુનંદા અધિકારીઓની  સાથેની ટુકડીઓ પંજાબ તથા  કાશ્મીરમાં  પણ રીમાંડ દરમ્યાન હકીકતો  ખુલતા  તપાસમાં ગઇ હતી. જેમાં પણ કેટલીક  કડીઓ મળી છે તે પરથી આગળ દોર  હાથ ધરાયો છે.

એ.ટીએસના અધિકારીશ્રી પટેલની આગેવાની હેઠળ રીમાંડ દરમ્યાન  રફીક  સુમરા તથા અનુજ ભગાડ ની પુછપરછ કરતા આ પ્રકરણમાં સંડોવાયેલા છ જેટલા શખસોના નામો ખુલતા હવે એ.ટી.એસ દ્વારા  તેમને ઝડપી  લેવા વ્યુહ ગોઠવ્યો છે. જેથી  ટુંક સમયમાં  હેરોઇન પ્રકરણમાં  વધુ ધરપકડ થશે.

એ.ટી.એસ દ્વારા  અનુજ ભગાડના કઇ કઇ  બેંકોમાં  ખંભાળિયા  - સલાયામાં ખાતા છે. તથા કયા કયા  વ્યવહારો છે. તે અંગે  તથા તેની પાસે  કેટલી જમીનો કયાં કયાં આવેલી છે તે અંગે મામલતદાર તથા  જમીન શાખામાં પણ ખાનગી રાહે તપાસનો દોર શરૂ કર્યો છે.

(3:20 pm IST)