સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st August 2018

લૂંટના ગુન્હામાં છ માસથી ફરાર સોયેબ ઉર્ફે સોયલાને એલસીબીએ મોરબી પાસેથી દબોચ્યો

મોરબી તા.૨૧: મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર પંથકમાં લૂંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઇ.આર ટી વ્યાસને નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા મળેલી સુચના અને માર્ગદર્શનને પગલે એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એલસીબી ટીમના ભગીરથસિંહ ઝાલા અને નીરવભાઇ મકવાણાને મળેલી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં લૂંટના ગુન્હામાં છ માસથી નાસતો ફરતો આરોપી સોયેબ ઉર્ફે સોયલો ઇમ્તિયાઝ ચૌહાણ સિપાઇ (રહે.રામનાથપરા શેરી નં.૧૪)ને ત્રાજપર ચોકડી નજીકથી ઝડપી લેવામાં સફળતા મળી છે. (૧૭.૧)

(11:57 am IST)