લીલાપર ચોકડી પાસે રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બે પકડાયા
એલસીબીની ટીમે મનુ ઉર્ફે મુકેશ અને બાબુને દબોચ્યાઃ મહિલા બુટલેગરનું નામ ખુલ્યુ
મોરબી તા. ર૧ : મોરબી પંથકમાં દેશીવિદેશી દારૂના ધુમ વેચાણ થઇ રહ્યા છે. ત્યારે રાત્રીના લીલાપર ચોકડી નજીકથી રીક્ષામાં દેશી દારૂના જથ્થા સાથે બેને એલસીબી ટીમે ઝડપી લીધા છે.
મળતી વિગત મુજબ મોરબી એલસીબી ટીમ રાત્રે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન લીલાપર ચોકડી નજીકથી પસાર થતી રીક્ષા નં. જી.જે૦૩ એઝેડ ૯૪૬૮ માં દેશી દારૂ નો જથ્થો હોય જે બાતમીને પગલે રિક્ષાને આંતરી તલાશી લેતા પાછળની સીટમાં પ્લાસ્ટિક બાચકામાં પ૭ લીટર દેશી દારૂ કિંમત ૧૧૪૦ મળી આવતા એલસીબી ટીમેરીક્ષા સહીત ૬૧,૧૪૦ નો મુદામાલ જપ્ત કર્યોછ.ે તે ઉપરાંત રીક્ષામાં સવાર મનુભાઇ ઉર્ફે મુકેશ કરશનભાઇ વરાણીયા અને બાબુભાઇ ભગાભાઇ લાકડીયા(રહે. બંને ઇન્દિરાનગર મોરબી)ને ઝડપી લેવાયા છે. તેમજ દેશી દારૂનો જથ્થો આરોપી ગોદાવરીબેન ગજાભાઇ કોળીને આપવા જતા હોવાની કબુલાત આપતા મહિલા આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છ.ે(૬.૧૩)