સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st July 2019

અમરેલીમાંથી ૩૫૦ દારૂની બોટલ સાથે ૨ વ્યક્તિઓની ધરપકડ કરતી SOG પોલીસ : ૧ આરોપી ફરાર

અમરેલી : પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા જિલ્લામાં પ્રોહી. – જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમએ અમરેલી શહેર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે બ્રાહ્મણ સોસાયટીમાં સ્વામીનારાયણ નગર શેરી નં-૧ માં  બે ઇસમો અલ્ટો કારમાં ઇંગ્લીશ દારૂ વેચાણ કરવા લાવેલ છે તેવી ચોક્કસ બાતમી મળતા બ્રાહ્મણ સોસાયટીમાં બાતમીમાં જણાવેલ વર્ણન વાળા બે ઇસમોને  અલ્ટો કાર તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૫૦ સાથે ઝડપી પાડેલ છે.  

 
પકડાયેલ આરોપીમાં  ઇન્દ્રભાઇ ઉર્ફે રામકુ વલકુભાઇ વાળા  ઉ.વ.-૨૦ ધંધો-અભ્યાસ અને  સુરજભાઇ દિનેશભાઈ ઉર્ફે દિલુભાઇ વાળા ઉ.વ.-૨૭ ધંધો-ગેરેજ શોપ છે. બન્ને અમરેલી બહારપરા વસાણા ઓઈલમીલ પાસે આપાગીગાની જગ્યામાં રહેતા હોવાનું જાણવા મળે છે. ૧ આરોપી ફરાર થી ગયો હતો જેનું નામ ભયકુભાઈ ધાખડા રહે. રાજકોટ હોવાનું જાણવા મળે છે.

પકડાયેલ મુદ્દામાલમાં ભારતીય બાનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૫૦ કિ. રૂ. ૧,૦૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મારૂતિ સુઝુકી કંપનીની અલ્ટો કાર કિ.રૂ.૧,૫૦,૦૦૦/-મળી કુલ મુદ્દામાલ સહિત કિ.રૂ.૨,૬૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરી વધુ તપાસ અર્થે સોંપી આપેલ હોવાનું જાણવા મળે છે.

(9:06 pm IST)