કલ્યાણપુર પાસે બાઇક સ્લીપ થતા દંપતિ ખંડિતઃ પત્નીનુ મૃત્યુ
જામખંભાળિયાઃ કલ્યાણપુરના ભાટવડિયાથી સૂર્યાવદર દર્શનાથે જઇ રહેલા દંપતીની બાઇક આડે કુતરુ ઉતરતા બાઇક સ્લીપ થતા પતિની નજર સામે પત્નીનુ મૃત્યુ થયુ હતુ.
કલ્યાણપુર તાલુકાના ભાટવડિયા ગામે રહેતા રાજાભાઇ વરજાંગભાઇ કાલર નામના ૩૮ વર્ષના યુવાન તેમના પત્ની હિમાબેન કાલર (ઉ.વ.૩પ) ને સાથે લઇને બાઇક ઉપર બેસીને કુળદેવીના દર્શનાર્થે થવા રવાના થયા હતા. દરમ્યાન ભાટવડિયા ગામથી સૂયાવદર જઇ રહેલા દંપતીના બાઇક આડે સૂર્યાવદર ગામ નજીક કુતરુ આડુ ઉતરતા રાજાભાઇએ બાઇકને બ્રેક મારતા બાઇક સ્લીપ થઇ ગયુ હતુ.બાઇકની પાછળ બેઠેલા હીમાબેન પટકાઇ પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનુ મૃત્યુ થયુ હતુ. આ બનાવ અંગે રાજાભાઇ વરજાંગભાઇ રબારીએ કલ્યાણપુર પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરાઇ છે.