સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st July 2019

મોરબી ખાતે જિલ્‍લા સંકલનસહફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

મોરબી  : મોરબી જિલ્‍લા કલેકટર આર.જે માકડીયાના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા સંકલનસહ  ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

        આ બેઠકમાં ધારાસભ્‍ય પરસોત્તમભાઈ સાબરીયાએ નર્મદા નિગમની હળવદ બ્રાન્‍ચ કેનાલમાંથી ખેડૂતોને છેવાડાના ગામો સુધી પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રજુઆત કરવામાં આવી હતી.

        આ બેઠકમાં કલેકટરએ પદાધિકારીઓના પ્રશ્નોના જવાબો અધિકારીઓ દ્વારા સમયસર આપવામાં આવે તેવી સુચના આપી હતી. તેમજ નર્મદા કેનાલ પર પાણી ચોરી અટકાવવા માટે ફરજ બજાવતી ટીમોએ વ્‍યવસ્‍થિત ફરજ બજાવવા પણ સુચના આપવામાં આવી હતી. અધિકારીઓને હાઈકોર્ટ/સુપ્રિમકોર્ટના ઓર્ડરનું નિયમિત પાલન કરે તેમજ હાઈકોર્ટ/ સુપ્રિમકોર્ટની સુનાવણીમાં અધિકારીઓ જાતે હાજર રહેવા માટે સુચના આપી હતી.

        વધુમાં કલેકટરએ ચોમાસા દરમ્‍યાન કંન્‍ટ્રોલરૂમમાં કોઈ સરકારી અધિકારી-કર્મચારી ફરજમાં ગેરહાજર ન રહે તેવી તાકીદ પણ કરી હતી તેમજ ૧૦ તારીખ સુધીમાં સંકલન બેઠકના જવાબો કલેકટર કચેરી ખાતે મળી જાય તેવી વ્‍યવસ્‍થા કરવા ઉપસ્‍થિત અધિકારીઓને સુચના આપી હતી.

        આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્‍લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા, નિવાસી અધિક ઉપસ્‍થિત હતા.

(11:35 am IST)