સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st July 2019

ગુજરાત ચેમ્બરની એક્ઝીક્યુટીવ કમીટીમાં ભાવેણાના સુનિલભાઇ વડોદરીયાની નિમણૂકથી સર્વત્ર આવકાર

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખની નિયુક્તિથી હર્ષની લાગણી

ભાવનગર : સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સુનિલભાઇ વડોદરીયાની ગુજરાત મેમ્બર ઓફ કોમર્સની એક્ઝીક્યુટીવ કમીટીમાં નિમણુંક કરવામાં આવેલ છે. ગત વર્ષ ૨૦૧૮-૧૯ માં પણ તેઓએ ગુજરાત ચેમ્બરની એક્ઝીક્યુટીવ કમીટીમાં મેમ્બર તરીકે સેવાઓ આપેલ. રાજ્યકક્ષાના આ વેપારી મહામંડળમાં સુનિલભાઇને તેમની સક્રિય અને પરિણામલક્ષી કામગીરીને ધ્યાનમાં રાખી પુનઃ નિમણુંક આપવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી તેમની આ નિમણુંકને આવકારી ગુજરાત ચેમ્બરના પ્રમુખ દુર્ગેશહબાઇ બુચ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ.હતી 

(11:16 am IST)