સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st July 2019

ભાવેણાનો ત્રણ ફૂટ હાઇટ ધરાવતો ગણેશ બનશે ડૉક્ટર : સુપ્રીમકોર્ટના નિર્ણય બાદ માર્ગ મોકળો

રાજ્ય સરકારે એમબીબીએસમાં એડમિશનની મંજૂરી નહિ આપતા ગણેશે હાર નહિ માની ;સુપ્રીમકોર્ટમાં પોતાની લડાઈ લડ્યો

ભાવનગર :ભાવેણાનો માત્ર ત્રણ ફૂટ હાઈટ ધરાવતો ગણેશ હવે ડોક્ટર બની શકશે ડોકટર બનવા માટે ગણેશે સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા આખરે તેનો ડોક્ટર બનવાનો માંર્ગ મોકળો થયો છે

   ભાવનગરના તળાજાના ગોરખી ગામમાં રહેતા, ૧૮ વર્ષીય ગણેશભાઈ બારૈયાની હાઈટ માત્ર ૩ ફૂટ છે અને તેમનું વજન માત્ર ૧૫ કિલો છે અને તેમનો અવાજ પણ નાનકડા બાળક જેવો છે. આ વ્યક્તિએ ગિનીઝ વર્લ્ડ રેકોડ્‌ર્સમાં દુનિયાના સૌથી ઓછી હાઈટ ધરાવતા ડોક્ટર તરીકે પોતાનું નામ નોંધાવવા માટે જીવનમાં આવેલા દરેક પડકારોનો સામનો કર્યો હતો

  ગણેશનું સ્વપ્ન હતું કે તેઓ ડોક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. પરંતુ તેમના આ સ્વપ્નને ત્યારે ઝાટકો લાગ્યો કે જ્યારે માત્ર હાઈટ અને વિકલાંગતાના કારણે તેમને રાજ્ય સરકારે એમબીબીએસમાં એડમિશન લેવાની મંજૂરી ન આપી. જો કે ગણેશે હાર ન માની અને કાયદાકીય લડાઈ લડવાનો નિર્ણય કર્યો.
   તેઓ હાઈકોર્ટ ગયા. પણ ત્યાં પણ તેમને નિરાશા હાથ લાગી. ત્યારબાદ ગણેશ સુપ્રીમ કોર્ટમાં પોતાની લડાઈ લડ્યા. હવે સુપ્રીમ કોર્ટે તેમના હિતમાં નિર્ણય આપ્યો છે અને આ સાથે જ તેમના ડોક્ટર બનવાના સ્વપ્નને પાંખો મળી ગઈ છે.

(11:15 am IST)