સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st July 2019

અમરેલી જિલ્લામાં વરસાદની જોરદાર એન્ટ્રી;ધારી અને સાવરકુંડલામાં મેઘરાજાનુ ધમાકેદાર આગમન

ધારીના ગીર અને સુખપુરમાં ધીમીધારે વરસાદ :સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર

અમરેલી જિલ્લામાં વરસાદની જોરદાર એન્ટ્રી થઇ છે ધારીના ગીર વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતુ. ગીરના જંગલ તેમજ ધારીના સુખપુરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો.છેલ્લા  10 દિવસના વિરામ બાદ સાવરકુંડલા તાલુકામાં વરસાદની જોરદાર એન્ટ્રી થઇ હતી. જાંબાળ, કૃષ્ણ ગઢ, અભરામ પરા, ગઢકડા શાંતિ નગર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી.

(10:39 pm IST)