સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st June 2021

મોરબી શહેર ભાજપ દ્વારા યોગ દિવસની ઉજવણી.

શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે પાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ

મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે પાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમા મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, જિલ્લા ભાજપના મહામંત્રી જ્યુભા જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ કાજલબેન ચંડી ભમર, પાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર, મહામંત્રી ભાવેશભાઈ કંજરિયાત, સુધરાઈ સભ્યો, મહીલા પાંખ, યુવા પાંખ, આઈ. ટી.સેલ સહિતનાઓ જોડાયા હતા અને યોગ કર્યા હતા.
આ તકે યોગ ગુરૂ આર્ટ ઓફ લિવિંગ પરિવારના અધ્યક્ષ ચુનીભાઈ સોનાગ્રા , સુરેશભાઈ સીનોજીઆ તેમજ હસુભાઈ હિરાણી દ્વારા યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

(10:31 pm IST)