સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st June 2021

ટંકારાના ઘુનડા ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

૫૫૦૦૦ ની રોકડ અને ૩ મોબાઈલ સહીત કુલ રૂ ૬૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કરાયો

ટંકારા પોલીસ ટીમે આજે ઘુનડા ગામ અને મેઘપર ઝાલા ગામના પાટિયા નજીક જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ અને ૦૩ મોબાઈલ સહીત કુલ રૂ ૬૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
  ટંકારા પીએસઆઈ બી ડી પરમારના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ઘુનડા (ખા) તથા મેઘપર ઝાલા ગામના પાટિયા નજીક આવેલ ભોળાપીર દરગાહ પાસે દરોડો કર્યો હતો જેમાં રાતીધાર પાછળ જાહેરમાં જુગાર રમતા અજયસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા (રહે મેઘપર ઝાલા તા ટંકારા) મહેશભાઈ કેશવજીભાઇ વડાવીયા( રહે બરવાળા તા. મોરબી) હસમુખસિંહ સુખદેવસિંહ જાડેજા(રહે મેઘપર ઝાલા ટંકારા) અને અશ્વિનસિંહ મહિપતસિંહ ઝાલા (રહે મેઘપર ઝાલા તા ટંકારા )એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૫૫,૦૦૦ અને ૦૩ મોબાઈલ સહીત કુલ રૂ ૬૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
  આ જુગાર રેડની કામગીરીમાં ટંકારા પીએસઆઈ બી ડી પરમારના માર્ગદર્શન હેઠળ કિશોરદાન ગઢવી, વિજયભાઈ બાર, ખાલીદખાન રફીકખાન, સિદ્ધરાજસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી

(8:25 pm IST)