સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st June 2021

જામનગરના ભ.ભેરાજા અને પીપરતોળામાં ૩ ઇંચ વરસાદ

છેલ્લા ર૪ કલાક દરમિયાન ગ્રામ વિસ્તારોમાં ઝાપટાથી ર ઇંચ વરસ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૧ :.. જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન ઝાપટાથી માંડીને ૩ ઇંચ વરસાદ પડયો હતો.

જેમાં કાલાવડના ભ.ભેરાજા અને લાલપુરનાં પીપરતોળામાં ૩ ઇંચ વરસાદ પડયો હતો.

આ ઉપરાંત જામનગર જીલ્લાના વસઇ ધુતારપુરમાં ઝાપટા તથા દરેડમાં એક ઇંચ વરસાદ પડયો હતો. જયારે જોડીયાના હડીયાણા, બાલંભા અને પીઠડમાં પણ એક ઇંચ વરસાદ પડયો હતો. ધ્રોલના જાલીયાદેવાણીયા ઝાપટા વરસ્યા હતાં.

જયારે કાલાવડના ખરેડીયા ર ઇંચ, મોટાવડાળાર એક ઇંચ અને મોટા પાંચદેવડામાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો.

જામજોધપુરના સમાણા, વાંસજાળીયા, ધુનડામાં ઝાપટા પડયા છે. લાલપુરના મોટા ખડવામાં એક ઇંચ અને પડાણા, મોડપર, ડબાસંગમાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડયો હતો.

(1:41 pm IST)