સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st June 2021

પોરબંદર જિલ્લામાં વિનામૂલ્યે કોવિડ વેકસીનેશન મહાઅભિયાનનો પ્રારંભ : ૨૫ બુથ ઉભા કરાયા

પોરબંદર,તા. ૨૧ : જિલ્લામાં વિનામૂલ્યે કોવિડ વેકિસનેશનનો અભિયાનનો પ્રારંભ ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતેથી થયો છે. જિલ્લામાં ૨૫ સ્થળોએ વિનામૂલ્યે વેકિસનેશન માટે બુથ શરૂ ઉભા કરાયાનું કલેકટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને મળેલી મીટીંગમાં જણાવ્યું હતું.

કલેકટર શ્રી અશોક શર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી અને અધિક કલેકટર રાજેશ તન્ના સહિતના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને રાણાવાવ તેમજ કુતિયાણાના અધિકારીઓની ઉપસ્થિતીમાં વેકિસનેશનના સફળ મહાઅભિયાન આયોજનના ભાગરૂપે મિટિંગ યોજાઇ હતી અને વિનામૂલ્યે રસીકરણ માટે રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ સૌનુ રસીકરણ થાય અને લોક જાગૃતિ આવે અને જિલ્લો રસીકરણમાં અગ્રેસર રહે તે માટે ચર્ચા વિચારણા અને આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વેકિસનેશન માટે આ સ્થળોએ બુથ ઉભા કરાયાં છે.

(1:40 pm IST)