સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st June 2021

વેરાવળ નગરપાલિકાના ઓડીટોરીયમ બનાવવાના વિરોધમાં મંત્રજાપ યોજાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૧: નગરપાલિકા દ્રારા એક હજારથી વધારે વૃક્ષો કાપી નાખી ૧૮ કરોડ ના ખર્ચે ઓડીટોરીયમ બનાવવામાં સામે ભારે વિરોધ ઉઠેલ છે પાર્કની અંદર મંત્રજાપનું આયોજન કરાયેલ હતું.

શ્રીપાલનગર પાસે શ્રીશ્રી પાર્ક માં ર૦૦૭ થી એક હજાર થી વધારે વૃક્ષો વાવી અનેક પરીવારોએ આ વૃક્ષોને મોટા કર્યો છે તે જગ્યામાં નગરપાલિકા ૧૮ કરોડના ખર્ચે ઓડીટોરીયમ બનાવવાનો ઠરાવ પસાર કરેલ છે જેથી હજારો શહેરીજનોમાં ભારે વિરોધ ઉઠેલ છે.

સરકારના નિતી નિયમો મુજબ આ પાર્કમાં અતંર જાળવીને મહામૃત્યુજય જાપ હોમ, હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવેલ હતા. કાર્યક્રમ કરનાર શહેરીજનોએ જણાવેલ હતું કે નગરપાલિકાના પ્રમુખ એક ઝાડ વાવે અથવા કોઈને આપે છે ત્યારે સોશ્યલ મીડીયામાં સવારથી સાંજ સુધી ફોટા મુકે છે ભુતકાળમાં બગીચામાં પણ અનેક ક્ષતિઓ હોય તે માટે આ પ્રમુખ ઉપવાસ ઉપર બેસેલા હતા હોદો  મળતા શહેરીજનો ની સંવેદના સાવ વિસરાય ગઈ તે રીતે વર્તન કરી રહયા છે ભગવાન સતાધીશોને પદાધિકારીઓ,અધિકારીઓને સારા વિચારો લાવે તે માટે મંત્ર જાપનું આયોજન કરેલ હતું પાલિકા દ્રારા ઠરાવ પાછો લેવામાં નહી આવે તો હજારો શહેરીજનો ભારે વિરોધ કરશે ન્યાય પાલિકા પાસે ન્યાય માટે પણ જશે તેમ જણાવેલ હતું.

(1:33 pm IST)